કારખાને કામે જતી વેળા અકસ્માત સર્જાયો:9 ઇજા ગ્રસ્ત
Jasdan,તા.08
કલોરાણાથી જસદણ હેન્ડીક્રાફ્ટના કર્મચારી થી ભરેલી ઈકો ગાડી ગોખલાણા રોડ પર કાદવમાં બ્રેક મારતા સાઈડમાં આવેલ ખાડીમાં પલ્ટી મારતા એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું જયારે અન્ય 9 લોકો ગંભીર ઇજા ગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સાવરે 8 વાગ્યે કલોરાણા ગામેથી જસદણ હેન્ડીક્રાફ્ટના કામે જતી ઈકો કાર ગોખલાણા રોડ પર પહોંચી હતી ત્યારે કાર ચાલકે અચાનક બ્રેક મારતા નીચે કાદવ આવી જતા બ્રેક નહિ લાગતા ઈકો ગાડી રોડની સાઈડમાં આવેલ ખાડીમા જઈ પડી હતી ઈકો પલ્ટી મારતા સવાર એક મહિલા મનીષાબેન શૈલેષભાઈ રાજપરા ઉવ 40 વાળાનું ઘટના સ્થળે મોત થયું હતું. મૃતક મહિલાના પતી ડ્રાંઇવિંગનો વ્યવસાય કરે છે મહિલાના મોત થી 2 સંતાનોએ માતાની છત્ર છાયા ગુમાવી છે. જયારે અન્ય સવાર લોકોને ગંભીર ઇજા થતા આટકોટ, રાજકોટ, જસદણ જેવી અલગ અલગ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા જસદણ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.