દંપતી માણેકવાળા કામ થી ગયા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો :પરિવારમાં શોક
Bagasara. તા.26
બગસરા નજીક પતિના બાઇક પાછળથ પટકાયેલા પત્નીનું ગંભીર ઇજા થતા મહિલાનુ મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ બગસરા ના રમેશભાઈ ઉધરેજીયા ગત તા. 23.8.25 ના બપોર ના 2 વાગ ની આસપાસ માણેકવાળા ગામ પાસે જતા હતા ત્યારે પોતાના બાઈકમાંમાં પત્ની જયાબેન રમેશ ભાઈ ઉધરેજીયા (ઉ.વ.૬૦) ને બેસાડી ને પોતાના ગામથી માણેકવાળા જય રહ્યા હતાં ત્યારે પાછળ થી જયાબેન પડી જતા ઇજા થતા સારવાર માટે બગસરા હોસ્પિટલમાં બાદ અમરેલી સિવિલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ માં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જયાબેન ઉધરેજીયા નું મૃત્યુ પામ્યા હતા. આ બનેલ ઘટનાથી ઘરના મોભી ના મોતને પગલે પરિવાર માં ભારે શોક છવાય ગયો હતો.આ અગે પોલીસે વધુ તપાસ હાથ છે.