ગાલીડા ગામની મહિલાને મોડી રાત્રે પથારીમાં કાળોતરો ડંખી ગયો
Rajkot,તા.17
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં કષ્ટભંજન શેરી નંબર 2 માં રહેતા આદિવાસી ભીલ પરિવાર ની પરણીતાએ ફિનાઈલ પી લેતા દવાખાને સારવારમાં ખસેડવામાં આવી હતી.ગાંધીગ્રામના કષ્ટભંજન શેરી નંબર 2 માં રહેતી સાક્ષીબેન દેવાંગભાઈ વાઘેલા 23 ને ગઈકાલે બપોરે કોર્ટમાં નોકરી કરતા પતિ સંજયભાઈએ રસોઈ બનાવવામાં થોડું વધુ ધ્યાન આપ તેમ કહી ઠપકો આપતા મનમાં માઠુ લગાડી સાક્ષીબેને બપોરે જ ફિનાઈલ પી લેતા સરકારી હોસ્પિટલ માં સારવારમાં ખસેડવામાં આવી હતી, સાક્ષીબેન ના લગ્ન હજુ થોડા મહિના પહેલાં થયા છે અને પતિ પત્ની એકલા જ રહે છે.જ્યારે ચોમાસાના પ્રારંભમાં ઝેરી જનાવર કરડી જવાના બનાવોમાં એકાએક વધારો થયો છે સિવિલ હોસ્પિટલમાં જનાવર કરડવાના વધુ એક બનાવમાં ચોટીલાના ગાલીડા ગામના ભાનુબેન સામાભાઈ વાટીયા 42 તળપદા કોળી રાત્રે બે વાગ્યે પોતાના ઘેર પથારીમાં સુતા હતા ત્યારે પથારીમાં જ ક્યાંકથી ચડી આવેલા કાળોતરા સાપ એ દંશ દેતા અર્ધ બેભાન અવસ્થામાં રાજકોટ સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે ભાનુબેન ખેતી કામ કરે છે અને ત્રણ દીકરી અને એક પુત્રનું સંતાન સુખ ધરાવે છે સમયસર ની સારવારથી ભાનુબેન ને બચાવી લેવામાં તબીબો એ સફળતા મેળવી હતી આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશન તપાસ કરી રહી છે