Jamnagar,તા.18
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સીંગચ ગામમાં રહેતી પૂજાબેન શૈલેન્દ્રભાઈ રાઠોડ નામની ૨૬ વર્ષની પરણીતા કે જેને પોતાના ઘરે તાવ આવી ગયો હતો, અને ઝાડા ઉલટી થવા લાગ્યા હતા.
જેથી તેણીને સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખશેડવામાં આવી હતી જ્યાં તબીબો દ્વારા તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યો હતું.
આ બનાવ અંગે મૃતકના સંબંધી વિશાલભાઈ જયંતીભાઈ સોનગરાએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસ સ્ટેશન માં દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ શરૂ કરી છે.