Morbi,તા.11
શહેરના બાયપાસ રોડ પર સોસાયટીમાં રહેતી ૫૩ વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવ અંગે પોલીસે વધુ તપાસ ચલાવી છે મોરબીના બાયપાસ રોડ પર રહેતા મીનાબેન પટેલ નામની મહિલાએ આપઘાત કરી લીધો હતો જેથી એ ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે
ટંકારાના નાના ખીજડીયા ગામે હાર્ટ એટેકથી ૩૦ વર્ષીય મહિલાનું મોત
નાના ખીજડીયા ગામે રહેતી ૩૦ વર્ષીય પરિણીતાનું હાર્ટ એટેકથી મોત થયું હતું બનાવ મામલે ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
ટંકારાના નાના ખીજડીયા ગામના રહેવાસી અનીશાબેન રહીમભાઈ ઘાંચી (ઉ.વ.૩૦) નામની પરિણીતા પોતાના ઘરે હોય ત્યારે શરીરમાં દુખાવો થતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં હાર્ટ એટેકથી મોત થયું હતું ટંકારા પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે