Rajkot,તા.05
રાજકોટ શહેરમાં વધુ એક જીવલેણ અકસ્માતમાં 60 વર્ષના પ્રોઢા નું મોત નીપજ્યાનો બનાવ નોંધાયો છે.
શહેરમાંમાર્ગ સલામતી ની વ્યવસ્થા અને આયોજનના નામે થતા કાર્યક્રમો ની ભરમાર વચ્ચે ગંભીર અને જીવ લેણ અકસ્માત નો સિલસિલો યથાવત રહ્યો હોય તેમ રૈયા માં ખોડીયાર મંદિર પાસે રહેતા શાંતાબેન દાનાભાઈ રાઠોડ તેમની હરીપર રહેતી એકની એક દીકરીને ત્યાં આટો દઈ પાછા આવતા હતા ત્યારે કાલાવડ એ જી રોડ નજીકથી પસાર થતા હતા ત્યારે એકાએક ધસી આવેલા ટ્રકે શાંતાબેનને ઠોકરે ચઢાવ્યા હતા અને ટ્રકનાવિલ હેઠળ આવી ગયેલા શાંતાબેન ને સાથળ અને કમરના ભાગે ગંભીર ઇજા થતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાઅને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.બે પુત્ર અને પુત્રી નું સંતાન સુખ ધરાવતા શાંતાબેન ના પતિ સાથે એક પુત્ર પણ મૃત્યુ પામ્યા હોય એક દીકરા અને દીકરી અને દીકરાના પરિવારજનોના મોભી એવા શાંતાબેન એ સારવાર દરમિયાન દમ તોડતા હોસ્પિટલે સેવામાં રહેલી તેમની પુત્રી પુત્ર અને અબતક મિડીયા હાઉસનાકર્મચારી પૌત્ર રોહિત રાઠોડ એ દાદીના મૃત્યુ ના પગલે આક્રંદ થી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ ભોજ ભાઈ તપાસ ચલાવી રહ્યા છે