Morbi,તા.19
મોરબીના સજનપર રોડ પર યુવાન રોડ સાઈડમાં ઉભો હતો ત્યારે ઈ બાઈક લઈને નીકળેલી મહિલાએ યુવાનને હડફેટે લેતા પગમાં ફ્રેકચર ઈજા પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે
વાંકાનેરના રહેવાસી વિક્રમભાઈ રઘુરામભાઈ ખાંડેખાએ ઈ બાઈક ચાલક નિયતીબેન મનીષભાઈ અગ્રાવત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી વિક્રમ સજનપર રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે રોડ સાઈડમાં ઉભો હતો ત્યારે ઈ બાઈક લઈને જતા નિયતિબેને અકસ્માત સર્જ્યો હતો યુવાન સાથે ઈ બાઈક ભટકાડતા યુવાનને પગમાં ઈજા પહોંચી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે