Junagadh તા.ર9
જુનાગઢ સુખનાથ ચોક વિસ્તારમાં બે શખ્સોએ ઘરે આવી મહિલાને માર મારી છરી અને પાઇપ વડે ઇજા કરી હતી. મહિલાનું પર્સ સાથે રૂા.700ની લુંટ કર્યાની બે શખ્સો સામે એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
સુખનાથ ચોક પીછોરવાડી વિસ્તારમાં રહેતી ફરીયાદી મહીલા સાબીરાબેન ફીરોજખાન મજીદખાન પઠાણના ઘરે આરોપીએા શબીર ઉર્ફે કયામત અને શાહરુખ બંને એ ઘરે આવી અગાઉ મહીલાએ કરેલ ફરીયાદપોલીસમાં કરેલ તે અરજી પાછી ખેચી લેવાનું કહેતા મહીલાઓ ના પાડતા ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી શબીરે આંગળીમાં છરી મારી પાઇપ મારી ઇજા કરી હતી. અને શાહરુખે છરી બતાવી સબીરાબેનનું પર્સ લુંટી લીધું હતું. જેમાં 700 રુપીયાની લુંટ કર્યાની ફરીયાદ નોંધાવતા એએસઆઇ એ.એચ.માધવાચાર્યો તપાસ હાથ ધરી છે.
જુનાગઢ નોબલ સ્કુલ બસ સ્ટેન્ડ પાછળ બંસીધર સોસાયટીમાં રહેતા અને તળાવ દરવાજા પાસે નારાયણ ભેળવાળા તરીકે ફાસ્ટફુડની દુકાન ચલાવતા ફરીયાદી હેમંતભાઇ નારાયણભાઇ મુલવાણીની દુકાને ગઇકાલે સાંજે 6 કલાકે આરોપી મકસુદ મહેબુબ રે.તળાવ દરવાજા પાસે કબ્રસ્તાનની અંદર વાળો દુકાને આવી બે ભેળ એક રગડાનો ઓર્ડર આપી તેના પૈસા ન આપી અને વધુમાં બળજબરી પુર્વક સામાન આપવાનું કહેતા જે વેપારી હેમંતભાઇએ આપવાની ના પાડા લોખંડનો પાઇપ વેપારીના ખભામાં મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ઉપરાંત ફરીયાદમાં હેમંતભાઇએ જણાવ્યું છે કે અગાઉ પણ સાતેક વખત બળજબરી પુર્વક તેમની દુકાનેથી ફાસ્ટફુડનો સામાન દાદાગીરી કરીને લઇ ગયાનું જણાવ્યું છે. બીડીવીઝન પીએસઆઇ એસ.કે.મહેતાએ તપાસ હાથ ધરી છે.