Jamnagar,તા.23
તા-19/8/2025 ના રોજ એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી જણાવેલ જામનગર જિલ્લાના એક અંતરિયાળ ગામમાં એક મહિલા રસ્તા ઉપર બેઠા હોય છે અને હાલ રાત્રી નો સમય છે તેથી તેમને મદદની જરૂર છે
કોલ આવતા ની સાથે જ 181 ની ટીમ ઘટના સ્થળ પર પહોંચેલ મહિલા સાથે કાઉન્સિલિંગ કરેલ અને તેમને સાંત્વના આપેલ અને મહિલાનું નામ અને સરનામું જાણવાનો પ્રયત્ન કરેલ પરંતુ મહિલા તૂટક તૂટક માહિતી આપતા હોય આમ સતત ત્રણ કલાકના કાઉન્સેલિંગ બાદ મહિલાએ અલગ અલગ ત્રણ ગામના નામ આપેલ હોય અને તેમની ભાષા અલગ પડતી આવતી હોય તેથી મહિલાએ અલગ અલગ ત્રણ ગામના નામ આપેલ હોય જે ગામ ખંભાળિયા તાલુકાના હોય છે ખંભાળિયા કંટ્રોલ રૂમમાં આ ગામડાની ખરાઈ કરેલ ત્યારે જાણવા મળેલ કે મહિલા દેવભૂમિ દ્વારકાના એક અંતરિયાળ ગામના વતની હોય છે ત્યારબાદ તે ગામના સરપંચ શ્રી નો કોન્ટેક્ટ કરેલ અને મહિલાનો ફોટો તેમને મોકલેલ ત્યારે તેમની પાસેથી સાચી વિગત જાણવા મળેલ હોય કે મહિલાના પતિના અવસાનના બે મહિના થયેલ હોય તેમના અવસાન બાદ મહિલા ઘર છોડીને નીકળી ગયેલ હોય અને ત્યારબાદ મહિલાના ફેમિલી ના કોન્ટેક નંબર મેળવેલ પરંતુ હાલ રાત્રી નો સમય હોય અને મહિલાનું ગામ બીજા જિલ્લામાં આવેલું હોય તેથી હાલ મહિલાને ફેમિલી લેવા માટે ના આવે ત્યાં સુધી જામનગર સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય અપાવેલ હોય . સખીવન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાને બે દિવસ માટે આશ્રય આપી તેમને પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડેલ આજ રોજ તેમને લેવા માટે મહિલાના જેઠ અને તેમના દિયર આવેલ હોય તેમની સાથે કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલ કે મહિલાના પતિના અવસાન બાદ તેમની માનસિક સ્થિતિ અસ્વસ્થ રહેતા મહિલા બે મહિનાથી ઘર છોડીને નીકળી ગયેલ હોય . તેઓએ જણાવેલ કે અમોએ ઘણી શોધ ખોળ કરેલ હોય પરંતુ મહિલા મળેલ ન હોય 181 ટીમ અને સખીવન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાને સુરક્ષિત તેમના ફેમિલીને સોંપેલ. ત્યારબાદ બે મહિના પછી મળતા તેઓએ સખીવન સ્ટોપ સેન્ટર અને 181 ટીમનો આભાર વ્યક્ત કરેલ