પ્રોહીબીશન અને જીપી એક્ટ હેઠળ બે ગુના દાખલ કરી કાર્યવાહી હાથ ધરતી જેતપુર પોલીસ
Jetpur,તા.04
રાજકોટ રેન્જના જિલ્લાઓમાંથી હદપાર કરાયેલી બુટલેગર મહિલા તેના રહેણાંક મકાનેથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપાઈ છે. જેતપુર સીટી પોલીસની ટીમે પ્રિયા મકવાણા નામની મહિલાને શોધી કાઢી અલગ અલગ બે ગુના દાખલ કર્યા છે. જેતપુર સીટી પોલીસ મથકના પીઆઇ વી એમ ડોડીયાના નેતૃત્વમાં જેતપુર સીટી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એએસઆઇ ભાવેશભાઈ ચાવડા અને કોન્સ્ટેબલ અમિતભાઈ સિદ્ધપરાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગોંડલ એસડીએમ દ્વારા ચાર માસની મુદ્દત માટે કરાયેલા હદપારીના હુકમવાળી મહિલા પ્રિયાબેન અશોકભાઈ મકવાણા (રહે સારણ પુલ, જેતપુર) પોતાના ઘરે હાજર છે અને દેશી દારૂનો જથ્થો પણ મકાનમાં છુપાવી રાખેલો છે. જે બાતમીના આધારે પોલીસની ટીમે દરોડો પાડતા પ્રિયા અશોકભાઈ મકવાણા 15 લીટર દેશી દારૂ સાથે મળી આવતા પોલીસે પ્રોહિબિશન એક્ટ તથા જીપી એક્ટ મુજબ બે ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં જેતપુર સીટી પોલીસ મથકના પીઆઇ વી એમ ડોડીયા, એ.એસ.આઇ. ભાવેશભાઈ ચાવડા, હેડ કોન્સ્ટેબલ સાગરભાઇ મકવાણા, કોન્સ્ટેબલ અમિતભાઈ સિદ્ધપરા, લખુભા રાઠોડ, ભગીરથસિંહ જાડેજા, ભરતભાઈ ગમારા અને રસીલાબેન મકવાણા રોકાયા હતા.