Morbi,તા.22
મોરબીના વિસીપરામાં રહેતી ૫૦ વર્ષીય મહિલાને બોલાચાલીનો સંબંધ ના હતો અને આરોપીઓના સંબંધીમાં મૈયત થતા સમાજની રૂએ મૈયતમાં જતા સારું નહિ લાગતા ચાર ઇસમોએ મહિલાને માર મારી નીચે પછાડી દઈને ઈજા પહોંચાડી ધોકા વડે માર માર્યો હતો
મૂળ માળિયાના વવાણીયાના વતની અને હાલ મદીના સોસાયટી વિસીપરા મોરબી રહેતા અમીનાબેન દાઉદભાઈ બુચડ આરોપીઓ જાકુબ નુરમામદ ભટ્ટી, સલીમ નુરમામદ ભટ્ટી, રફીક નુરમામદ ભટ્ટી અને સબ્બીર જુસબ ભટ્ટી રહે બધા વવાણીયા તા. માળિયા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અમીનાબેનને આરોપીઓ સાથે બોલાચાલીનો સંબંધ નથી આરોપીઓના સંબંધીમાં મૈયત થતા અમીનાબેન સમાજની રૂએ મૈયતમાં વવાણીયા ગામે દાઉદ ભટ્ટીના મકાનની સામે શેરીમાં ગયા હતા જે આરોપીઓને સારું નહિ લાગતા ચારેય ઇસમોએ બોલાચાલી કરી ઝાપટ મારી ધક્કો મારતા અમીનાબેન નીચે પડી જતા માથાના ભાગે ઈજા થઇ હતી તેમજ ધોકો લઈને માર મારી ઢીકા પાટું માર માર્યો હતો માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે