Morbi,તા,25
અગાભી પીપળીયા ગામે ઘર પાછળ આવેલા કુવામાંથી ૨૫ વર્ષીય પરિણીતાનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામના રહેવાસી કંચનબેન દેવરાજભાઈ ભુડીયા (ઉ.વ.૨૫) નામની પરિણીતાનો મૃતદેહ ઘર પાચલ આવેલ કુવાના પાણીમાં તરતો મળી આવ્યો હતો બનાવને પગલે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મૃતકનો લગ્નગાળો ૫ વર્ષ હોવાનું જાણવા મળ્યું છે જોકે પરિણીતાએ આપઘાત કર્યો છે કે અકસ્માતે કુવામાં પડી ગઈ છે તે સ્પષ્ટ નહિ વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે