Virpur, તા.28
વિરપુરમાં જૂના ગોમટા રોડ પરથી ખાડામાંથી મહિલાની લાશ મળી હતી. મૃતક કૈલાસબેન 4 દિવસથી ગુમ હતા. તેમના મોત અંગે કંઈ શંકાસ્પદ નથી. છતાં રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ કરાયું હતું.
આ અંગે મળતી વિગત અનુસાર ગઈકાલે કૈલાશબેન ગોવિંદરામ હરીયાણી (ઉંમર વર્ષ 45, રહે. વિરપુર, તા. જેતપુર) ગઈકાલે વીરપુરના ગોમટા રોડ ઉપરથી એક ખાડામાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના પરિવારને જાણ કરાતા પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, કૈલાસબેન માનસિક અસ્વસ્થ હતા. તેમને સંતાનમાં 1 દીકરો છે.
જે કારખાનામાં પુણાં વખતે કામ કરતો હતો. દર બુધવારે તે માતાને મળવા વિરપુર આવતો હતો. બુધવારે માતા મળી ન આવતા તેની શોધખોળ કરતા હતા દરમિયાન તેમનો મૃતદેહ મળ્યો હતો. હાલ પોલીસને પ્રાથમિક તબક્કે ખાડામાં પડી ગયા હોવાથી અથવા બીમારી સબબ મૃત્યુ થયું હોવાનું અંદાજ છે જોકે મોતનું ચોક્કસ કારણ જાણવા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું હતું.