Morbi,તા,06
માળિયા તાલુકાના રોહીશાળા ગામમાં પીવાના પાણીની સમસ્યાથી ગ્રામજનો ઝઝૂમી રહ્યા છે ૨૦ થી ૨૫ દિવસે પાણી આવતું હોવાથી મહિલાઓનો રોષ ભભૂક્યો હતો અને આજે મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો હતો
માળિયા તાલુકાના રોહીશાળા ગામની મહિલાઓએ આજે માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું મહિલાઓએ જણાવ્યું હતું કે ૨૦ થી ૨૫ દિવસે પાણી મળે છે જેથી મહિલાઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એટલું જ નહિ ગામ પાસે આવેલ તળાવમાં કેમિકલયુક્ત પાણી હોવા છતાં તેવું પાણી પીવા અને ઘર વપરાશ માટે ઉપયોગમાં લેવા ગ્રામજનો મજબુર બન્યા છે અબોલ જીવોને આવું પાણી પીવડાવવાથી અને લોકોને વપરાશ કરવાથી રોગ થવાની ભીતિ સેવાઈ રહી છે છેલ્લા દશ વર્ષ જેટલા સમયથી નેતાઓ મત લઇ જાય છે પરંતુ પાણી પ્રશ્ન ઉકેલાતો નથી તેવી હૈયા વરાળ પણ મહિલાઓએ ઠાલવી હતી