પદ્મિની કોલ્હાપુરેએ પોતાની કારકિર્દીમાં રાજેશ ખન્ના, મિથુન ચક્રવર્તી અને ઋષિ કપૂર સહિત દરેક મોટા સ્ટાર સાથે કામ કર્યું છે
Mumbai, તા.૪
રાજ કપૂરની ફિલ્મો કરવી એ લોકોનું સ્વપ્ન હતું. ખાસ કરીને એક્ટ્રેસ તેમની સાથે કામ કરવા માટે તરસી જતી હતી. ઝીનત અમાને પોતે રાજ કપૂર સાથે ફિલ્મ મેળવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા હતા. પરંતુ એક ટોચની એક્ટ્રેસે રાજ કપૂરની બ્લોકબસ્ટર ફિલ્મને ઠુકરાવી દીધી હતી.૧૯૮૨માં રાજ કપૂર એક એવી ફિલ્મ લઈને આવ્યા જેણે સિનેમાઘરોમાં આવતાની સાથે જ ધૂમ મચાવી દીધી. ફિલ્મની લીડ એક્ટ્રેસની ખૂબસૂરતી જોઈને લોકો દંગ રહી ગયા. છતાં, શૂટિંગ પછી પણ રાજ કપૂર આ એક્ટ્રેસને ફિલ્મમાંથી દૂર કરવા માંગતા હતા. પણ કેમ?રાજ કપૂરની તે બ્લોકબસ્ટર ફિલ્મનું નામ ‘પ્રેમ રોગ’ છે. આજે પણ લોકો ૧૯૮૨માં સિનેમાઘરોમાં આવતાની સાથે જ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જે તહેલકો મચાવી દીધો હતો તેના વિશે વાત કરે છે. મંદાકિનીએ આ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. પણ રાજ કપૂર આ ફિલ્મમાં પદ્મિની કોલ્હાપુરેને લેવા માંગતા હતા. ફિલ્મના શૂટિંગ પછી પણ તે હિરોઈન બદલવા માટે પદ્મિનીને કાસ્ટ કરવા માંગતા હતા. પરંતુ એક્ટ્રેસે ફિલ્મમાં કામ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો.આ ફિલ્મમાં ગંગાનું પાત્ર ભજવીને મંદાકિનીએ ઇતિહાસ રચ્યો હતો. આ ફિલ્રપમમાં તેણે ઘણા બોલ્ડ સીન પણ આપ્યા હતા. ફિલ્મમાં તેની સુંદરતા જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ એક્ટ્રેસે પોતાના અભિનયથી લોકોના દિલ એટલા જીતી લીધા કે નવી એક્ટ્રેસ હોવા છતાં તે રાતોરાત સ્ટાર બની ગઈ.બહુ ઓછા લોકો જાણે છે કે રાજ કપૂર આ ફિલ્મમાં એક્ટ્રેસ પદ્મિનીને સાઇન કરવા માંગતા હતા. પરંતુ પદ્મિની કોલ્હાપુરેએ આ ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે તેણે એમ પણ કહ્યું હતું કે તે બોલ્ડ સીન કરી શકતી નથી.પદ્મિની કોલ્હાપુરેએ પોતાની કારકિર્દીમાં રાજેશ ખન્ના, મિથુન ચક્રવર્તી અને ઋષિ કપૂર સહિત દરેક મોટા સ્ટાર સાથે કામ કર્યું છે. આ એક્ટ્રેસે ખૂબ જ નાની ઉંમરે ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. રાજ કપૂરની ફિલ્મોથી તેને એક અલગ ઓળખ મળી.પદ્મિનીએ પોતાની આખી કારકિર્દીમાં ક્યારેય ઈન્ટીમેટ સીન આપ્યા નથી. ૧૯૮૨ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પ્રેમ રોગ’માં તેણે એક એવી છોકરીનો રોલ અદા કર્યો હતો જે ખૂબ જ માસૂમ દેખાતી હતી. જ્યારે રામ તેરી ગંગા મૈલીમાં તેનો રોલ ઘણો બોલ્ડ હતો.રાજ કપૂર તેમને ૧૯૮૫ ફિલ્મ રામ તેરી ગંગા મૈલી માટે પણ કાસ્ટ કરવા માંગતા હતા. આ ફિલ્મ એક અલગ પ્રકારનો એક્સપેરિમેન્ટ હતો. આ ફિલ્મ માટે રાજ કપૂરે પદ્મિનીને મળવા બોલાવી અને આખી કહાની કહી. પરંતુ પદ્મિનીએ આ ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો.પોતાના એક જૂના ઇન્ટરવ્યુમાં એક્ટ્રેસે પોતે ખુલાસો કર્યો હતો કે, ‘રાજ અંકલે મને ફોન કર્યો અને આ ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી. પણ હું આવા કિસિંગ સીન્સ અને ખાસ કરીને આવા બોલ્ડ સીન્સ ન કરી શકી. મેં કહ્યું, રાજ અંકલ, હું આ નહીં કરી શકું. આ સાંભળીને રાજ કપૂર ગુસ્સે ભરાયા અને શૂટિંગ માટે સેટ પર ગયા. પછી નવી એક્ટ્રેસે મંદાકિનીએ ગંગાનું પાત્ર ભજવ્યું. ગંગાનું પાત્ર ભજવીને તે રાતોરાત સ્ટાર બની ગઈ.