ચાર દિવસ પૂર્વે અકસ્માતમાં ઘવાયેલા યુવાને સારવાર દરમિયાન દમ તોડ્યો
Dhoraji
ધોરાજીના ધોરીવાવ નજીક કારખાનાની ઓરડીમાં રહી મજૂરી કરતા યુવાનનું અજાણ્યા વાહનની હડફેટે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે બનાવમાં ધોરાજી તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
ધોરાજીના ધોરીવાવ નજીક કારખાનાની ઓરડીમાં રહેતા મૂળ બિહારના નાલંદાના 60 વર્ષીય વૃદ્ધ નંદુભાઇ જગુભાઇ પાસવાને ધોરાજી તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા છ માસથી પરીનભાઈ સોજીત્રાના કારખાનાની ઓરડીમાં પત્ની ચિંતાદેવી તથા દિકરા સુરજ સાથે રહેતો હતો. ગઈ તા.૦૩/૦૮/૨૦૨૫ ના રોજ રાતના આશરે બારેક વાગ્યે હું તથા મારી પત્નિ ચિંતાદેવી કારખાનાની ઓરડીમાં સુતેલ હતા. ત્યારે અમારા કારખાનાના શેઠ પરિનભાઈ સોજીત્રા કારખાને આવેલ અને અમને જગાડીને કહેલ કે તમારા દિકરા સુરજનુ વાહન અકસ્માત થયેલ છે.જેથી હુ તેને ધોરાજી સરકારી હોસ્પિટલ લઇ ગયેલ હતો અને ત્યા તેને પ્રાથમીક સારવાર આપી જુનાગઢ રીફર કરેલ છે અને અત્યારે તે બહાર એમ્બ્યુલન્સમા છે જેથી તમો તેને જુનાગઢ સારવારમાં એમ્બ્યુલન્સમા લઇ જાવ તેમ વાત કરતા હું તથા મારી પત્ની દિકરા સુરજને એમ્બ્યુલન્સમા લઇને જુનાગઢ સરકારી હોસ્પીટલ સારવારમા લઈ ગયેલ હતા. સૂરજ બેભાન હાલતમાં જ હતો જેથી ગઈ તા.૦૪/૦૮/૨૦૨૫ ના રોજ તેને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલે રીફર કરેલ હતો.
ત્યારે મારા દિકરા સુરજની સારવાર ચાલુ હતી. બાદ સાંજના આશરે સાડા છ સાતેક વાગ્યે ફરજ પરના તબીબે સુરજને જોઈ તપાસી મરણ જાહેર કરેલ હતા.