Rajkot તા.19
શાપર વેરાવળમાં કારખાનની છત પરથી નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયેલા 27 વર્ષીય શ્રમિક યુવકે આજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશનો વાતની અને હાલ શાપરમાં પી.એસ.પ્લાયવુડના કારખાનામાં ઓરડીમાં રહી અહીં જ મજૂરી કામ કરતો 22 વર્ષીય સતેન્દ્ર બ્રિજવાન સોનવંશી નામના યુવક ગત તારીખ 15/10 ના 11 વાગ્યે કારખાનાની છત પરથી નીચે પટકાતા ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવારમાં રહેલા યુવકે રવિવારે બપોરે દમ તોડી દેતા શાપર પોલીસ મથકના એએસઆઈ મુકેશભાઈ ચૌહાણ સહિતનો સ્ટાફ હોસ્પિટલે આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે યુવકે આપઘાત કર્યો કે અકસ્માતે પટકાયો ? તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.