ઉત્તર પ્રદેશના શ્રમજીવી યુવક પડી ગયા બાદ બેભાન અવસ્થામાં જ મોતને ભેટ્યો
Rajkot,તા.08
રાજકોટ શહેરમાં બાંધકામની ધમધમતી સાઈટો પર આકસ્મિક સંજોગોમાં મોતના મામલામાં વધુ એકનો ઉમેરો થયો હોય તેમ નાના મવ રોડ પર સેન્ટીંગ કામ દરમિયાન ઉપલા માળેથી પડી ગયેલા પરપ્રાંતીય શ્રમજીવીનું બેભાનઅવસ્થામાં જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ નાના મવા રોડ સૂર્ય નગર શેરી નંબર ૩ માં ચાલી રહેલી ગોરુભાઈ પટેલ ની બાંધકામની સાઈટ પર ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યે આસપાસ સાઇડ પર સેન્ટીંગનું કામ કરી રહેલા મૂળ ઉત્તર પ્રદેશ અને રાજકોટમાં પેટીયુ રળવા આવેલા રાજ લાલચંદગૌતમ ૩૦ પ્રથમ માળેથી અકસ્માતે નીચે પડી જતા શરીરે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા બાદ બેભાન થઈ ઢળી પડ્યા બાદ સિવિલમાં સારવાર માં દાખલ કરવામાં આવેલ જયા સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું