Rajkotતા.27
રાજકોટ તાલુકા વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં મહાલક્ષ્મી મસાલા કારખાનાની બાજુમાં રહેણાંક મકાનમાં ઉપલા માલેથી પટકાતા શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું.
આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ વાવડી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર મહાલક્ષ્મી મસાલા કારખાને બાજુમાં રહેતા ગૌતમભાઈ ઠાકોર ગત ૨૫ ૩ ના રોજ સવારે ૧૦ વાગે પોતાના રહેણાંક મકાનમાં અકસ્માતે ઉપલા માળેથી નીચે પડી જતા ઘટના સ્થળે જ બેભાન થઈને ઢળી પડેલા ગૌતમભાઈ ને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવતા ચાલુ સારવાર દરમિયાન ડોક્ટર ઉર્વિશ પરમારે ૨૬/૩ ને ૭વાગે મૃત પામેલ જાહેર કર્યા હતા. કારખાનાના સીસીટીવી કેમેરા ફૂટેજમાં અકસ્માતે ગૌતમભાઈ નીચે પટકાયા જોવા મળ્યું હતું આ અંગે એ,એસ આઈ જી કે પરમારે તપાસ હાથ ધરી છે