Jamnagar,તા.19
જોડીયા તાલુકા ના ખીરી ગામ પાસે એક કંપનીમાં કામ કરી રહેલા પરપ્રાંતીય શ્રમિક ની છાતી પર હેવી વેઈટ મેગ્નેટ નું દબાણ આવી જતાં આ યુવાન નું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું.
જોડીયા તાલુકાના ખીરી ગામ પાસે આવેલી આફતાબ સ્ટીલ પ્રા.લિ. નામની કંપની માં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ બિહાર રાજ્ય ના મનજીતકુમાર ભોલાસિંગ (ઉ.વ.ર૮) નામનો શ્રમિક ગુરૂવારે સાંજે કંપનીમાં કામ પર હતો.
ત્યારે સીસીએમ બેડ પર લોખંડ ની પ્લેટ વેલ્ડીંગ કરતી વખતે હેવી વેઈટ મેગ્નેટ વડે તે પ્લેટને પ્રેસ (દબાવવા) નું કામ કરાતું હતું ત્યારે આ શ્રમિકના છાતીના ભાગે હેવી વેઈટ મેગ્નેટનું દબાણ આવી ગયું હતું. જેના કારણે તેના મ્હોંમાંથી લોહી નીકળી ગયું હતું અને તે શ્રમિક બેભાન બની ઢળી પડ્યો હતો. તુરંત તેને સારવાર માટે જાંબુડા સ્થિત સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.જ્યાં મનજીત કુમારનું મૃત્યુ નિપજ્યું હતું.