Rajkot,તા.27
મેટોડા જીઆઇડીસી કારખાનામાં કામ કરતા મધ્યપ્રદેશના શ્રમજીવી યુવાને ઘરમાં જ ગળે ફાંસો ખાય આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ મેટોડા જીઆઇડીસી સોસાયટી માં રહેતા મધ્ય પ્રદેશના ગોપાલભાઈ કનૈયાલાલ પટેલ ૨૯ એ ગઈકાલે સાંજે પોતાના રૂમમાં જ ગળે ફાંસો ખાઈ લેતા સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો, ભરનાર મધ્યપ્રદેશ થી રોજગારી માટે રાજકોટ આવ્યો હતો અપરણિત યુવાને શા માટે આપઘાત કરી લીધો છે તે અંગે હેડ કોસ્ટેબલ અજયભાઈ સોલંકી એતપાસ હાથ ધરી છે, મરનારની અંતિમ વિધિ તેના વતનમાં કરવાના પરિવારના આગ્રહને લઈને મિત્રો ગોપાલભાઈ નો મૂર્ત દેહ લઈને મધ્યપ્રદેશ રવાના થયા હતા