Junagadh તા.1
માંગરોળના વરામ બાગ પાસે અજાણ્યં છકડો રીક્ષા ચાલકે મજુરી કામેથી પરત આવતા મહિલાના હડફેટે લઈ લેતા મોત નિપજયું હતું. માંગરોળના મુકતુપુર ગામે રહેતા મેણસીભાઈ મેસુરભાઈ પરમાર (ઉ.51)ના પત્ની દેવીબેન અને ગામના બહેનો કામનાથ મજુરી કામે ગયેલ જયાંથી પરત આવતી વખતે આગ ગામના પાંચાભાઈ રાજભાઈ ગરેજાની રીક્ષામાં આવી રહેલ ત્યારે મુકતુપુર ગામ વરામ બાગના વળાંકમાં એક અજાણ્યા છકડો રીક્ષા ચાલકે રોંગ સાઈડમાંથી આવી દેવીબેનના ડાબા પગના થાપામાં ભટકાવી દેતા સાથળમાં ઉંડો ખાડો (ઘા) પડી જવાના કારણે ખુબજ લોહી વહી જતા મોત નોંધાયું હતું. અન્ય મહિલા તન્વીબેનને પણ ઈજા થવા પામી હતી. માંગરોળ મરીન પોલીસે તપાસ હાથ ધરી છે.
હદપારી ઝડપાયો
ગતરાત્રીના 8-40ના સુમારે જુની આરટીઓ કચેરી પાસે રોડ પરથી એ ડીવીઝન પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન આરોપી એજાજશા ઉર્ફે અજલો ઈસ્માઈલશા રફાઈ ફકીર (ઉ.29) રે. ધારાગઢ દરવાજા રોડ જુના તાર બંગલા પાછળ વાળાને દબોચી લીધો હતો. આરોપી સબ.ડીવી. મેજી જુનાગઢના હદપારી કેસમાં 6 માસ માટે હદપાર કરેલ હોય જેને હદપારીના ભંગ બદલ દબોચી લીધો હતો. આ અંગે એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
ગીરનારના 3000 પગથયેથી જંગલમાં પડતા યુવાનનું મોત થયું હજુ જેની ઓળખ મળતા મુળ હાજીપર (તળાજા) હાલ સુરત કામરેજ રહેતા ભાવેશભાઈ દુલાભાઈ ગોહિલ (ઉ.30) ગીરનાર પર્વત ઉપર દર્શને આવેલ હોય ગત તા.30/10ની રાત્રીના 8-15 કલાકે ગીરનારના 3000 પગથીયેથી જંગલમાં પડી જતા ગંભીર ઈજા થતા મોત નોંધાયું હતું. ભવનાથ પોલીસે તપાસ હાથ ધરી છે.

