New Delhi, તા.7
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં આઈસીસી મહિલા વનડે વર્લ્ડ કપ વિજેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે મુલાકાત કરી હતી.
કેપ્ટન હરમનપ્રીત કૌરે તેમને તમામ ખેલાડીઓ દ્વારા હસ્તાક્ષરિત જર્સી ભેટમાં આપી. રાષ્ટ્રપતિ મુર્મુએ સમગ્ર ભારતીય મહિલા ટીમને તેમની ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન આપતા કહ્યું કે, ખેલાડીઓએ માત્ર ઇતિહાસ જ રચ્યો નથી પરંતુ યુવા પેઢી, ખાસ કરીને છોકરીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત પણ બન્યા છે.
તેમણે કહ્યું, “ટીમ ઈન્ડિયાએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં મજબૂત નિશ્ચય અને સખત મહેનત દ્વારા આ જીત મેળવી છે. સાત વખતના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવીને, તમે રાષ્ટ્રનો આત્મવિશ્વાસ અને ગૌરવ વધાર્યું છે.”

