New Delhi,તા.6
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 2025 ઘઉઈં વર્લ્ડ કપ ટ્રોફી જીત્યા બાદ 5 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન પીએમ મોદીએ તમામ ખેલાડીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન આપ્યાં હતાં અને તેમના અનુભવોની પણ ચર્ચા કરી હતી. આખી બેઠકનો વીડિયો હવે બહાર પાડવામાં આવ્યો છે.
તે સમયે અમુક રમૂજ દ્રશ્યો સર્જાયા હતા. વડાપ્રધાન મોદીને હરલીન દેઓલે પૂછ્યું, સાહેબ, હું તમારી ત્વચા સંભાળની દિનચર્યા વિશે પૂછવા માગું છું. તમે ખૂબ જ ગ્લો કરો છો સર. મોદીએ જવાબ આપ્યો, મેં આ વિષય પર વધારે ધ્યાન આપ્યું ન હતું.
દરમિયાન સ્નેહ રાણાએ કહ્યું, સાહેબ, આ લાખો દેશવાસીઓનો પ્રેમ છે. હવે એ તો છે જ. સમાજ તરફથી આટલું બધું મેળવવું એ એક જબરદસ્ત શક્તિ છે, કારણ કે હું 25 વર્ષથી સરકારમાં છું, વિભાગના વડા તરીકે. એ ઘણો લાંબો સમય છે. એ પછી પણ જ્યારે આટલા બધા આશીર્વાદ મળે છે ત્યારે એનો પ્રભાવ પડે છે.
ટ્રોફી તમારી પાસે લઈને આવ્યા- હરમન
હરમનપ્રીત કૌરે પ્રધાનમંત્રીને કહ્યું, “અમે 2017માં તમને છેલ્લીવાર મળ્યા હતા, ત્યારે અમે ટ્રોફી લાવ્યા નહોતા. તમે અમને પ્રેરણા આપી હતી. આ વખતે અમે આટલાં વર્ષોથી આટલી મહેનત કરીને બનાવેલી ટ્રોફી લાવ્યા છીએ. અમને ખૂબ આનંદ થઈ રહ્યો છે.”
અમે આખરે ટ્રોફી જીતી લીધી- મંધાના
સ્મૃતિ મંધાનાએ કહ્યું, અમે 2017માં ભારત આવ્યા હતા, પરંતુ અમે ટ્રોફી લાવ્યા નહોતા. અમે તમને અપેક્ષાઓ વિશે પૂછ્યું હતું અને ત્યારે તમે જે જવાબ આપ્યો હતો કે તેમની સાથે કેવી રીતે વ્યવહાર કરવો એ સમજાવવાથી અમને ઘણી મદદ મળી. મને યાદ છે. છેલ્લાં 7-8 વર્ષોમાં અમારી પાસે ઘણા વર્લ્ડ કપ અને હાર્ટ બ્રેક થયાં છે, પરંતુ અમે આખરે આ ટ્રોફી જીતી લીધી.

