Jasdan તા.13
જસદણ વિંછીયા ના ધારાસભ્ય કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીય પરિવાર ઘેલસોમનાથ મહાદેવ પર અતૂટ અને અપાર શ્રદ્ધા ધરાવે છે દર શ્રવણ માસ દરમિયાન કુંવરજીભાઈ બાવળીયા સહ પરિવાર સાથે ઘેલાસોમનાથ દાદા ને ધ્વજા રોહણ દાદા નો થાળ બ્રહ્મ ચોરાશી મહાપ્રસાદ જળાભિષેક અને શ્રાવણના દર સોમવારે વહેલી પ્રભાતની પૂજા કરે છે.
કુંવરજીભાઈ બાવળીયાના પત્ની શ્રીમતી પારુલબેન પુત્ર ડો મનીષભાઈ પુત્રવધુ રિવેરાબેન પુત્રી ભાવનાબેન તથા ભાવિષાબેન જમાઇ અનિલકુમાર તથા રજનીકકુમાર જાદવ તથા પૌત્ર પૌત્રીઓ દોહીદ્ર સહિત આખો પરિવાર ઘેલસોમનાથ દાદા ના ચરણોમાં પૂજા અર્ચના કરી ઘેલાસોમનાથ મહાદેવ ને જળા અભિષેક ધજા રોહન બ્રહ્મ ચોરાશી કરી ઘેલાસોમનાથ મહાદેવની ધ્વજા રોહણ કરી સાથેજ પવિત્ર શ્રાવણ માસ નિમિત્ત બપોરની મહાપૂજા કરી ને જસદણ વિંછીયા પંથક ના આગેવાનો અને ભૂદેવો ને બ્રહ્મચોરાશી મહાપ્રસાદ કરાવ્યો હતો.
કુંવરજીભાઈ બાવળીયા એ જણાવ્યું હતું કે દેશ અને ગુજરાત ના લોકો ની સુખા કારી અને ગુજરાત ના લોકો નું આરોગ્ય તંદુરસ્ત રહે અને જસદણ અને ગુજરાત સમૃદ્ધિ વધે તેવી ઘેલાસોનાથ દાદા ના ચરણો પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે જસદણ વિછીયા શહેર તાલુકા ભરના ગ્રામ પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો નગરપાલિકાના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો સરપંચો અને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો આગેવાનો કાર્યકરો અને પંથકવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને દાદાના આશીર્વાદ મેળવી મહાપ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.