Jasdan, તા.26
જસદણમાં ભવિષ્યમાં પીવાના પાણી માટે કોઇ મુશ્કેલી ના પડે તે માટે શહેરના ચાર અલગ અલગ ઝોનમાં પીવાના પાણીનો સ્ટોરેજ અને ઉંચો ટાંકાનું આયોજન કરવા જસદણ નગરપાલિકાના પાણી પુરવઠા સમિતિના ચેરમેન જલ્પાબેન દુર્ગેશભાઈ કુબાવતએ પાલિકાથી પાણી પુરવઠા પ્રધાન સુધીના અધિકારીઓ, પદાધિકારીઓ સુધી રજુઆત કરી હતી તેમણે જણાવ્યું હતું કે આટકોટ રોડ પર પાલિકા ની જગ્યા છે.
ત્યાં અથવા સીટી પ્રાઈડ ટોકીઝ પાછળ જગ્યા પર ઉંચો ટાંકો 10 લાખ લીટર કેપીસીટી અને સ્ટોરેઝ માટે 40 લાખ લીટર ભૂર્ગભ ટાંકો, ગોખલાણા રોડ પર આવેલ રામેશ્વર મંદિર સામે સરકારી જગ્યા માં ઉંચો ટાંકો 10 લાખ લીટર કેપીસીટી અને સ્ટોરેઝ માટે 40 લાખ લીટર ભૂર્ગભ ટાંકો, સીધેશ્ર્વર મંદિર અથવા ચુનારાવાડ પાસે સરકારી જમીન પડેલ છે.
ત્યાં ઉંચો ટાંકો 10 લાખ લીટર કેપીસીટી અને સ્ટોરેઝ માટે 40 લાખ લીટર ભૂર્ગભ ટાંકો, ગંજીવાડા વિસ્તાર અથવા ખારી નદિ ની આસપાસ બન્ને જગ્યા પર સરકારી જમીન પડતર છે ત્યાં ઉંચો ટાંકો 10 લાખ લીટર કેપીસીટી અને સ્ટોરેઝ માટે 40 લાખ લીટર ભૂગભ ટાંકો બનાવવા લેખિત રજુઆત કરી હતી.