Tel Aviv,તા,18
હમાઝથી હિઝબુલ્લાહ સામે આક્રમક જંગ લડી રહેલા ઈઝરાયેલા સૈન્યએ હવે હમાસનાં નવા નેતા અને ગત વર્ષે 7 ઓકટોબરે ગાઝામાંથી ઈઝરાયેલ પર જે હુમલો થયો હતો અને 1200 થી વધુ ઈઝરાયેલી નાગરીકોની હત્યા કરવામાં આવી હતી તે યાહ્યા ચિનવાદને ખાસ કરીને હિઝબુલ્લા બાદ હમાસનાં પણ વધુ એક ટોચના કમાન્ડરને ખત્મ કર્યા છે.
ઈઝરાયેલ સેનાના કમાન્ડો અને શિનબેટ સિકયોરીટી તરીકે ઓળખાતા ઈઝરાયેલનાં એક અત્યંત ઘાતક દળે બુધવારે રાત્રીનાં દક્ષિણ ગાઝામાં સંયુકત ઓપરેશનમાં આ ઓપરેશન પાર પાડયુ હતું. અને છેલ્લા એક સપ્તાહથી યાહ્યાનું લોકેશન મેળવીને ઈઝરાયેલ સૈન્યની 162 મી ડીવીઝન તથા ગાઝા ડીવીઝનએ ઈન્ટેલીજન્સનાં આધારે આ ઓપરેશનને અંજામ આપવાની જવાબદારી 828 મી બ્રિગેડને ચુંટી કાઢવામાં આવી હતી.
ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ દ્વારા આ અંગે વિસ્તૃત રીપોર્ટ આપવામા આવ્યો છે અને ઈઝરાયેલની સેનાએ આ હુમલામાં યાહ્યાની અંતિમ સમયની ડ્રોન વિડીયો અને ફોટો ઈમેજ પણ જાહેર કરી છે. દક્ષિણ ગાઝામાં બાતમી વચ્ચે પરથી અનેક ઈમારતોને ટેન્ક અને અન્ય લશ્કરી વાહનોથી ઘેરી લેવામાં આવી હતી અને બે ઈમારતોને ખાસ નિશાન બનાવાઈ હતી.
આ સમયે ત્રણ ત્રાસવાદી નજરે ચડયા હતા જેમાં બે એક અન્ય ઈમારત ભણી જવા પ્રયાસ કરતા તેઓને ઠાર મારવામાં આવ્યા હતા અને ત્રિજો વ્યકિત યાહ્યાહતા તેણે આ અન્ય ઈમારતમાં ઘુસવાની તૈયારી કરી હતી.
માર્યા ગયેલા બન્ને ત્રાસવાદીઓ યાહ્યાનાં બોડીગાર્ડ હોવાનું માનવામાં આવે છે.તેઓ યાહ્યાને સલામત કરવા આગળ હતા.યાહ્યા એ બીજા માળ પર જવાની કોશીશ કરી હતી તો ટેન્કથી તે ઈમારતને નિશાન બનાવાઈ હતી અને ઓફ ઈન્ફન્ટી પ્લાટુન જો અંદર જવાની કોશીશ કરી ચો યાહ્યામાં બે ગ્રેનેડ ફેંકયા હતા.
જેમાં એક તો વિસ્ફોટ થયો જયારે બીજો ફાટે તે પૂર્વે સૈનિકો પરત સલામત આવી ગયા હતા. અને તુર્તજ ડ્રોનને ઈમારતમાં દાખલ કરાયું જેની ઈમેજમાં યાહ્યા એક ખુરશીમાં અત્યંત ઈજાગ્રસ્ત હાલતમાં બેઠો હતો તેનો ચહેરો છૂપાવવા કપડા બાંધ્યા હતા.
ડ્રોન નિહાળીને તેણે પોતાની લાકડીથી તેના પર પ્રહાર કરવા પ્રયાસ કર્યા પણ પણ ટેન્કમાંથી વધુ એક ગોળો દાગવામાં આવ્યો અને આહ્યાને ખતમ કરી દેવાયો હતો અને બાદમાં ટ્રથ ઈમારતમાં ઘુસીને માર્યા ગયેલો ત્રાસવાદી યાહ્યા હોવાનું નિશ્ચિત કરી તેના મૃતદેહને સાથે લઈ ગયા અને તેની આંગળી કાપી તેના ડીએનએ મેચ કરીને સતાવાર જાહેરાત કરી હતી.
યાહ્યા કેટલાંક સમયથી અહી ભુગર્ભ ટનલ મારફત સ્થળ બદલતો રહેતો હતો તે ઉતર ભણી જવાના પ્રયાસમાં હતો જે હમાસ માટે સલામત ગણાય છે.વાસ્તવમાં ઈઝરાયેલના દળો આહ્યાનાં ભાઈ મુહમ્મદની તલાસમાં હતા.
સમગ્ર ઈમારતમાં કોઈ અપહૃત ન હતા આ સ્થળે અગાઉ અપહૃતોની હત્યા કરવામાં આવી હતી. આહ્યાના શરીર પર ગ્રેનેડનો હાટડો હતો ઈઝરાયેલે જાહેર કર્યું છે કે હમાસ અને હિઝબુલ્લાહના દરેક ત્રાવસાદી શોધીશુ અને ખત્મ કરીશુ.