Mumbai,તા.28
યશ અને અલ્લુ અર્જુન બંને હાલ મુંબઈમાં પોતપોતાની ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યા છે. યશે ‘ટોક્સિક’ ફિલ્મ માટે હુમા કુરૈશી અને તારા સુતરિયા સાથે તેણે એક્શન દર્શ્યોનું શૂટિંગ શરુ કર્યું છે. ગોરગાંવ ફિલ્મ સિટીમાં શરુ થયેલાં શૂટિંગમાં યશ બોડી ડબલના ઉપયોગ વિના જોખમી સ્ટન્ટ કરવાનો હોવાનું કહેવાય છે. અલ્લુ અર્જુન અમેરિકામાં રજાઓ ગાળીને પાછો ફર્યા બાદ મુંબીમાં આવી એટલીની એએ૨૬ ફિલ્મના શૂટિંગમાં જોતરાઈ ગયો છે. મુંબઈમાં સપ્ટેમ્બર સુધી આ ફિલ્મનું શૂટિંગ ચાલવાનું છે. સાયન્સ ફિકશન થ્રીલરમાં અલ્લુ અર્જુન સાથે દીપિકા પદુકોણ પણ શૂટિંગ કરશે.