New Delhi,તા.7
વર્ષ 2025 માં નવા પરીક્ષા સુધારા લાગુ પડશે. જેમાં પેપર સેટીંગ માટે નવી ફોર્મ્યુલાનો રોડમેપ તૈયાર કરવો પણ સામેલ છે. પરીક્ષા સુધારા માટે બનેલી ઉચ્ચ સ્તરીય કમિટીએ પોતાની 101 ભલામણોમાં અનેક મોટા ફેરફારોની વાત કરી છે.
તેમાં પેન એન્ડ પેપર મોડ અને કોમ્યુટર બેઝડ ટેસ્ટ (સીબીટી) માટે પેપર તૈયાર કરવા અને આન્સર કલેકશનની પ્રક્રિયામાં સુધારો કરવાની છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સી એક વર્ષમાં એન્જીનીયરીંગ મેડીકલ, યુનિવર્સીટી એન્ટ્રેન્સ ટેસ્ટ સહીત અનેક પ્રકારની એકઝામ કન્ડકટ કરે છે.
જેમાં ઘણા બધા કવેશ્ચન પેપર તૈયાર કરવા પડે છે. આ સ્થિતિમાં દરેક પરીક્ષા માટે કવેશ્ચન બેન્ક તૈયાર હોવી જોઈએ અને સોફટવેરની મદદથી કવેશ્ચન પેપર તૈયાર થાય ત્યાં સુધી સંભવ હોય એકઝામ સેન્ટરો પર કવેશ્ચન પેપર ડીઝીટલી મોકલવામાં આવે.
આઈવી યુનિવર્સીટીની મહારાજા અગ્રસેન સ્કુલમાં ડાયરેકટર જનરલ ડો.એસ.કે.ગર્ગનું કહેવુ છે કે પેપર લીકની સંભાવના ખતમ કરવા માટે કવેશ્ચન પેપરની હાર્ડ કોપી મોકલવાની સીસ્ટમ ખતમ થવી જોઈએ.સોફટવેર બેઝડ કવેશ્ચન પેપર તૈયાર થશે તો પછી લીક થવાના ચાન્સ ખતમ થશે.તેના માટે મોટા પાયે કવેશ્ચન પેપર તૈયાર કરવા પડશે અને સીબીટી મોડમાં એકઝામ થવી જોઈએ.
જોકે ડો.ગર્ગનું કહેવુ છે કે, જેઈઈ, નીટ જેવી એકઝામ કરાવવાનો પડકાર મોટો છે. કારણ કે દેશમાં દુરદુરના ક્ષેત્રોમાં ઈન્ટરનેટ નેટવર્કીંગની સમસ્યા છે અને ત્યાં સીબીટી મોડમાં એકઝામ લેવી મુશ્કેલ બનશે.
જયારે દિલ્હીમાં જ જોઈએ તો સેન્ટરો પર પરેશાની પેદા થાય છે. આ પરિસ્થિતિમાં જરૂરી છે કે પેપર સેટીંગની સાથે સાથે એકઝામ સેન્ટરોનાં પુલ પર પણ ધ્યાન આપવુ પડશે.
ઉચ્ચ સ્તરીય કમિટિએ પણ એક હજારથી વધુ સરકારી ટેસ્ટ સેન્ટરોની ભલામણ કરી છે તેની સાથે જ અન્ય સેન્ટરો પણ એવા હોય જયાં છાત્રોને કોઈ પરેશાની ન હોય, આવનારા વર્ષથી જ હાઈબ્રીડ મોડેલને અપનાવવાની ભલામણ કરાઈ છે.