Morbi,તા.21
આંતરરાષ્ટ્રીય યોગ દિને મોરબી જિલ્લામાં જિલ્લાકક્ષાની ઉજવણી મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં યોગ સાધકોની સાથે “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય” માટે યોગની થીમ સાથે “મેદસ્વિતા મુક્ત ભારત” અભિયાન અન્વયે અનેરા ઉત્સાહ અને ઉર્જા સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
‘યોગ ફોર વન અર્થ વન હેલ્થ’ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત મોરબીમાં મોરબીની ઐતિહાસિક ધરોહર એવા મણિમંદિરના પ્રાંગણમાં શહેર કક્ષાનો કાર્યક્રમ મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં યોગ સાધકોએ યોગ અભ્યાસ થકી નવી તાજગી મેળવી હતી.
૧૧ મા વિશ્વ યોગ દિવસ નિમીત્તે જેલોના ડી.જી.પી. ડૉ. કે. એલ. એન. રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી સબ જેલ ખાતે “ગુજરાત રાજ્ય યોગ બોર્ડ મોરબી ” દ્વારા અધિક્ષક ડી. એમ. ગોહેલ, જેલર, બાબરીયા તેમજ જેલ સ્ટાફ, બંદીવાનો તેમજ યોગ ગુરુ વિજયભાઈ, વાલજીભાઈ ની વિશેષ ઉપસ્થિતીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં અધિકારી/કર્મચારી અને બંદીવાન બહેનો તેમજ ભાઈઓએ ભાગ લીધો હતો વિવિધ સ્થળે આયોજિત યોગ કાર્યક્રમમાં જીલ્લાના તમામ ધારાસભ્ય, સાંસદ સભ્યો, જીલ્લા કલેકટર, અધિક કલેકટર, એસપી સહિતના અધિકારીઓ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા