Vadodara,
વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં રહેતા મહિલા સામાજિક કાર્યકર અને તેના પતિ ઉપર હુમલાનો બનાવ બનતા ફતેગંજ પોલીસે ગુનો નોંધ્યો છે. નવા યાર્ડ અમરનગર સામે વિનાયક કોમ્પ્લેક્સ માં રહેતા ઉષાબેન કમલેશભાઈ ચૌહાણ એ પોલીસને કહ્યું છે તે ગઈકાલે મારા પુત્રનો બર્થ ડે હોવાથી અમે મંદિરે અને બ્લડ ડોનેશન કરવા માટે ગયા હતા. ત્યાંથી સવારે 11:30 વાગે પરત ફર્યા ત્યારે સામેના ફ્લેટમાં રહેતા જયેશભાઈ પરમાર અને બબીતાબેન પરમારે મારા પતિને અહીં તારે અહીં નેતાગીરી કરવાની નહીં. તેમ કહી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ શિવમ સોસાયટીમાં રહેતા દિનેશભાઈ પરમાર અને નવીનભાઈ પરમાર પણ આવી ગયા હતા ને આ લોકોએ મને તેમજ મારા પતિને માર માર્યો હતો.