New Delhi તા.25
જો કોઈ વ્યકતિના નામે લેવામાં આવેલ સિમ કાર્ડનો ઉપયોગ સાઈબર ઠગાઈ કે બીજી ગેરકાનુની ગતિવિધીમાં થાય છે તો તેના માટે તે સિમના માલિકને પણ તેના માટે જવાબદાર ઠેરવવામાં આવી શકે છે. દુરસંચાર વિભાગ (ડીઈઓ)એ સોમવારે એક અધિકૃત નિવેદનમાં આ વાત જણાવી હતી.
વિભાગે નાગરીકોને સલાહ આપી છે કે તેઓ સાવધાન રહે અને એવા કોઈપણ મોબાઈલનો ઉપયોગ ન કરે જેના આઈએમઈઆઈ નંબર સાથે ચેડા કરવામાં આવ્યા હોય વિભાગે આવી ડિવાઈસ ખરીદવા કે તેના ઉપયોગ કરવા સામે પણ ચેતવણી આપી છે.
જેનો આઈએમઈઆઈ નંબર બદલી શકાય છે. અથવા તેની સાથે ચેડા થયા હોય, જેમ કે મોડેમ, મોડયુલ કે સિમ બોકસ આ ઉપરાંત બોગસ દસ્તાવેજો, છેતરપીંડી કે કોઈ અન્યના નામે સિમ કાર્ડ લેવા અને પોતાના નામે લેવામાં આવેલ સિમને કોઈ બીજી વ્યકિતને આપવા સામે પણ ચેતવવામાં આવ્યા છે. કારણ કે તે તેનો ખોટો ઉપયોગ કરી શકે છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લોકોને એ ખબર હોવી જોઈએ કે ચેડા કરવામાં આવેલ આઈએમઈઆઈ નંબરવાળા ડિવાઈસનો ઉપયોગ કરવો છેતરપીંડીથી સિમ કાર્ડ લેવુ કે પોતાનું સિમકાર્ડ બીજાને આપવું, ગંભીર કાયદાનાં પરિણામોનું કારણ બની શકે છે.જે કેસમાં કોઈના નામે લેવામાં આવેલ સિમનો બાદમા ખોટો ઉપયોગ થાય છે તો અસલી યુઝરને પણ એક અપરાધી તરીકે જવાબદાર ઠેરવી શકાય છે.
વિભાગે સબ સ્ક્રાઈબર્સને આવો મોબાઈલ એપ કે વેબસાઈટનો ઉપયોગ ન કરવાની સલાહ અપાઈ છે. જે કોલીંગ લાઈન આઈડેન્ટીટી (સીએલઆઈ) કે બીજા ટેલિકોમ આઈડેન્ટીફાયર્સને બદલે છે. ડીઓટીએ નાગરિકોને સલાહ આપી છે કે તેઓ ‘સંચાર સારથી’ પોર્ટલ કે ‘સંચાર સારથી’ મોબાઈલ એપથી આઈએમઈઆઈની જાણકારીને જરૂર વેરિફાઈ કરે.
નંબર બ્લોક કરવાથી સ્પામ કોલ નહીં રોકાય
ટેલિકોમ રેગ્યુલેટર (ટ્રાય)એ સોમવારે જણાવ્યુ હતું કે માત્ર ફોન નંબર બ્લોક કરી દેવાથી સ્પામ કોલ નહિં રોકાય તેના માટે યુઝર્સે ટ્રાય ડીએનડી એપથી ફરિયાદ કરવી જોઈએ.ભારતીય દુરસંચાર નિયામક ઓથોરીટીએ જણાવ્યું હતું કે,ડીએનડી એપ પર ફરિયાદોનાં આધારે સ્પામ અને મેસેજ મોકલનાર 21 લાખથી વધુ મોબાઈલ નંબરોને બંધ કરી દેવામાં આવ્યા છે.
લગભગ એક લાખ સંસ્થાઓને બ્લેક લીસ્ટ કરવામાં આવી છે. જણાવવામાં આવ્યુ છે કે ફોન પર કોઈ નંબરને બ્લોક કરવાથી તે માત્ર આપના ડીવાઈસમાં છૂપાઈ જાય છે. આ સ્કેમરને નવા નંબરોથી બીજાને પરેશાન કરતા રોકી નથી શકતું ટ્રાય ડીએનડી પર ફરિયાદ જરૂરી છે.

