Abu Dhabi,તા.19
ઈંગ્લેન્ડમાં બે મહિના સુધી બેન્ચ પર બેસીને ભારતની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવામાં નિષ્ફળતા માટે કોઈને દોષી ઠેરવવું સરળ હોત, પરંતુ કુલદીપ યાદવે એવું ન કર્યું. “જો હું કોઈપણ ટીમમાં રમીશ, તો હું (નિષ્ણાંત) બોલર તરીકે રમીશ. મારું કામ વિકેટ લેવાનું છે.
જો હું વિકેટ નહીં લઉં, તો મારા માટે કોઈ સ્થાન રહેશે નહીં,” કુલદીપે ગુરૂવારે કહ્યું. “એ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, જ્યારે તમે ફક્ત બોલર તરીકે રમો છો, ત્યારે તમાં કામ ટીમ માટે વિકેટ લેવાનું છે.”
ખેલાડીએ સ્પષ્ટતા કરી કે, તે બોલિંગ ઓલરાઉન્ડરમાં રૂપાંતરિત થવાનો પ્રયાસ કરીને વસ્તુઓને જટિલ બનાવવા માંગતો નથી. તેણે પોતાની કુશળતા, ફિટનેસ સુધારવા અને બોલિંગનો સમય વધારવાનું પસંદ કર્યું.