Morbi,તા.09
હાઈવે પર જાંબુડિયા ગામ નજીકથી બાઈક લઈને જતા યુવાનને ટ્રેલર ચાલકે ઠોકર મારી હતી જે અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે
મૂળ ધારી તાલુકાના સરસીયાના વતની અને હાલ મોરબીના નાની વાવડી ગામે રહેતા ઘનશ્યામભાઈ ભુપતભાઈ ચારોલીયાએ ટ્રક ટ્રેઇલર જીજે ૧૨ બીઝેડ ૨૧૫૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૩ ના રોજ ફરિયાદીના મોટાભાઈ ધર્મેશભાઈ બાઈક જીજે ૧૪ એકયું ૧૬૧૬ લઈને વાંકાનેર મોરબી હાઇવે પરથી જતા હતા ત્યારે જાંબુડિયા ગામ નજીક ટ્રેઇલર ચાલકે પુરઝડપે ચલાવી બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં મોટાભાઈ ધર્મેશભાઈને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે