Morbi,તા.19
લતીપર ચોકડી ઓવરબ્રિજ પર પુરપાટ જતા ટ્રકના ચાલકે બાઈકને ઠોકર મારતા બાઈક ચાલક યુવાનને બંને પગમાં અને શરીરે ઈજા પહોંચાડી ટ્રક ચાલક નાસી ગયો હતો
મોરબીના પંચાસર રોડ પર પ્રમુખ સ્વામી સોસાયટી 2 માં રહેતા ભરત ગોવિંદભાઈ સાણંદીયા (ઉ.વ.૩૬) નામના યુવાને ટ્રક જીજે 03 એટી ૧૮૪૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી ટંકારા લતીપર ચોકડી ઓવરબ્રિજ પર ફરિયાદીના બાઈકને પાછળથી ઠોકર મારી હતી જે અકસ્માતમાં ભરતભાઈ રોડ પર પડી જતા શરીરે અને બંને પગમાં ઈજા પહોંચી હતી અકસ્માત બાદ ટ્રક લઈને ટ્રકચાલક નાસી ગયો હતો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે