Morbi,તા.08
લતીપર હાઈવે પર હીરાપર ગામના પાટિયા નજીકથી યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે કન્ટેનર ચાલકે હડફેટે લેતા યુવાનને ઈજા પહોંચી હતી બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે મોરબીના દરબારગઢ નજીક નાગનાથ શેરીમાં રહેતા જીગેશભાઈ મહેન્દ્રભાઈ પંડ્યાએ ટાટા કંપનીના કન્ટેનર જીજે ૧૨ બીએક્સ ૨૦૩૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પોતાનું બાઈક જીજે ૩૬ એઈ ૬૨૦૪ લઈને ટંકારા લતીપર હાઈવે પર હીરાપર ગામના પાટિયા પાસેથી જતો હતો ત્યારે કન્ટેનર ચાલકે હડફેટે લેતા યુવાનને ઈજા પહોંચી હતી ટંકારા પોલીસે ફરિયાદને આધારે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે