Morbi,તા.19
રાજપર ગામ નજીક આવેલ કારખાનામાં કામ કરતા યુવાનને ઉલટી થયા બાદ સુઈ ગયો હતો અને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લઇ જતા ડોકટરે મૃત જાહેર કર્યા હતા
મૂળ બિહારના વતની અને હાલ રાજપર ગામની સીમમાં આવેલ ગુરુકૃપા ટ્રેડીંગ કારખાનાની લેબર કોલોનીમાં શ્યામ ઇન્ડસ્ટ્રીઝમાં રહેતા અમરનાથ સુખદેવભાઈ તાંતી (ઉ.વ.૩૧) નામના યુવાન ગત તા. ૧૭ ના રોજ કામ કરતા હતા ત્યારે ઉલટી થયા બાદ પોતાના રૂમે જઈને સુઈ ગયા હતા અને તા. ૧૮ ના રોજ સવારે જમવા અને મજુરી કામે જવા તેને જગાડતા બેભાન અવસ્થામાં લાગતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મરણ ગયેલ જાહેર કર્યા હતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે