Kotdasangani. તા.19
કોટડાસાંગાણીના અરડોઇ ગામે યુવાનને ગાળો ભાંડી કૌટુંબિક ભાઈએ લાકડાના ધોકા વડે માર મારતાં કોટડાસાંગાણી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જુના ડખ્ખાનું સમાધાન મંજુર ન હોય તે બાબતનો ખાર રાખી હુમલો કરાયો હતો.
બનાવ અંગે કોટડાસાંગાણીના અરડોઇ ગામે રહેતા 38 વર્ષીય યુવાન અરવિંદભાઈ હીરાભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અરડોઇ ગામના જ વતની નિતેશ અશોક રાઠોડનું નામ આપી જણાવ્યું હતું કે, ગત તા. 17 ના સાંજના સમયે તેઓ વાડીએ દેખરેખ કરવા માટે ગયેલ હતો.
વાડીએ હાજર હતો ત્યારે કૌટુંબિક ભાઈ નીતેશ રાઠોડ ખેતરે ધસી આવી ઉંચા અવાજે બોલવા લાગેલ કે, તમારી સાથે અગાઉ જે સમાધાન થયેલ હતું તે બાબતે તમારૂ હવે કાંઈ માનવાનુ થતુ નથી. બાદમાં તે ગાળો આપી ઉશ્કેરાઈ ગયેલ અને બાજુમાં પડેલ એક લાકડાનો ધોકો લઈ આડેધડ મારવા લાગેલ હતો.
દરમિયાન ધોકાનો એક ઘા માથાના પાછળના ભાગે લાગતા તે નીચે પડી ગયેલ હતો. બાદમાં ફરીયાદીએ જોર જોરથી રાડો પાડતા બાજુના ખેતરમાં કામ કરતા મારા કૌટુંબિક કાકા આવી જતા નીતેશ ત્યાંથી નાસી ગયેલ હતો.
નિતેશ જતાં જતાં આજે તો તુ બચી ગયેલ છે, જો તુ મને બીજી વાર ભેગો થઈશ તો તને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપેલ હતી. બાદ મને મુંઢ ઈજાના કારણે ચક્કર આવતા 108 મારફત ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ થયો હતો.
બનાવને પગલે યુવાને કોટડાસાંગાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા બનાવનું કારણ જણાવ્યું હતું કે, નિતેશને આમારા જુના ઝગડામાં સમાધાન થયેલ હતું તે મંજુર ન હોય તે બાબતનો ખાર રાખી હુમલો કરી ખૂનની ધમકી આપી હતી. કોટડાસાંગાણી પોલીસે મામલામાં ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.