Morbi,તા.22
વાંકાનેર જીનપરા જકાતનાકા નજીક પાડોશમાં રહેતા ઇસમેં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી લાકડાના ધોકા વડે તેમજ બે અજાણ્યા ઇસમોએ ઢીકા પાટું માર મારી યુવાનને ઈજા પહોંચાડી હતી બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
વાંકાનેર જીનપરા શેરી નં ૧૦ માં રહેતો નવઘણ મેરૂભાઈ સેટાણીયા નામના યુવાને આરોપી રફીક જુમા કુરેશી અને બે અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી રફીક પાડોશમાં રહે છે અને અગાઉ નાની નાની બાબતમાં થયેલ બોલાચાલીનો ખાર રાખી જીનપરા જકાતનાકા પાસે આરોપી રફીક લાકડાના ધોકા વડે માર મારી તેમજ બે અજાણ્યા ઇસમોએ ગાળો આપી ઢીકા પાટું માર માર્યો હતો વાંકાનેર સીટી પોલીસે બે અજાણ્યા ઈસમો સહીત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે