Morbi,તા.18
ટંકારા નજીક હોટલમાં લગ્ન પ્રસંગની રસોઈ બનાવતી વેળા એ ગેસલીકેજ થતાં રતનપર યુવાન દાઝી ગયો હતો ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં મોરબી રોડ પર આવેલા રતનપર ગામે રહેતો મનોજ વિજયસિંગ યાદવ ઉ.વ.40 ટંકારા નજીક આવેલ ખજુરા હોટલ ખાતે લગ્ન પ્રસંગની રસોઈ બનાવતો હતો ત્યારે અકસ્માતે ગેસ સીલીન્ડર લીકેજ થતાં આગ લાગી હતી. જેમાં મનોજ યાદવ દાઝી જતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રાજકોટમાં બેડીપરા વિસ્તારમાં રહેતી સકીનાબેન અલીઅસગર નામની 42 વર્ષની પરણીતા 15 દિવસ પૂર્વે પોતાના ઘરે રસોઈ બનાવતી હતી ત્યારે અકસ્માતે દાઝી ગયેલ તેણીને તાત્કાલીક સારવાર માટે ખાનગી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.