Morbi,તા.21
ભોગ બનનાર યુવાને સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ નોંધાવી
મોરબીના રહેવાસી યુવાનને વોટ્સએપ અને ટેલીગ્રામ દ્વારા વાતચીત કરી ઘરેબેઠા રૂપિયા કમાવવાની લાલચ આપી ઓનલાઈન જોબવર્ક માટે વાત કરી વિશ્વાસ કેળવી રૂ ૨૦.૭૫ લાખની રકમનું રોકાણ કરાવી બાદમાં રૂપિયા પરત નહિ આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે
મોરબીના પંચાસર રોડ પર પ્રમુખ સ્વામી પાર્કમાં રહેતા હાર્દિપકુમાર ગણેશભાઈ પનારા નામના યુવાને આરોપીઓ (૧) વ્હોટસએપ યુઝર +917679246896 તથા (૨) ટેલીગ્રામ યુઝર Shikha (@Shikha9696) તથા (૩) ટેલીગ્રામ યુઝર CUSTOMER SUPPORT* (@PRCSdepartment) તથા (૪) ટેલીગ્રામ યુઝર Mr. Sumit (@coolsumit213) (૫)Fino Bank Acc.No. 20373616853 IFSC FINO0001157 ના ધારક (૬) North east small finance bank Acc No.033325224361957 IFSC NESF0000096 ના ધારક (૭) Axis Bank Acc.No. 924010007388617 IFSC UTIB0000809 ના ધારક (૮) HDFC Bank Acc No. 50100310278427 IFSC HDFC0000532 ના ધારક (૯) Fino Bank Acc No. 20373643732 IFSC FINO0001157 ના ધારક (૧૦) Kotak Mahindra Bank Acc No. 2850085800 IFSC KKBK0004385 ના ધારક (૧૧) Canara Bank Acc No. 110215033340 IFSC CNRB0003034 (૧૨) Kotak Mahindra Bank Acc No. 2549895956 IFSC KKBK0005914 ના ધારક (૧૩) PNB bank Acc No. 9686000100006318 IFSC PUNB0968600 ના ધારક (૧૪) City union Bank Acc No. 500101014026337 IFSC CIUB0000488 ના ધારક (૧૫) Canara Bank Acc No. 110218966049 IFSC CNRB0001258 ના ધારક (૧૬) Federal Bank Acc No. 13040100129031 IFSC FDRL0001304 ના ધારક (૧૭) City union Bank Acc No. 500101014177651 IFSC CIUB0000788 ના ધારક (૧૮) Federal Bank Acc No. 99980128612418 IFSC FDRL0002562 ના ધારક (૧૯) Indian Bank Acc No. 801461639 IFSC IDIB000S324 ના ધારક વિરુદ્ધ ચીટીંગની ફરિયાદ નોંધાવી છે
જે ફરિયાદમાં જણાવ્યું છે કે તા. ૩૧-૦૧-૨૦૨૫ થી તા. ૧૯-૦૪-૨૦૨૫ સુધીના સમયમાં આરોપીઓએ ઓનલાઈન જોબ વર્ક આપવાની વોટ્સએપ ટેલીગ્રામ દ્વારા વાતચીત કરી ઘરે બેઠા રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી શરૂઆતમાં વિશ્વાસ મેળવવા કામ પૂરું કરતા રૂપિયા એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા બાદમાં અલગ અલગ બહાના હેઠળ ફરિયાદી યુવાન પાસેથી કુલ રૂ ૨૦,૭૫,૭૧૩નું રોકાણ કરાવી રોકાણ ક્ર્રેલ રૂપિયા આજદિન સુધી પરત ના આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી છે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે