ઘર કંકાસમા મધ્યપ્રદેશના પરિવારનો માળો પીંખાયો
Halvad,તા.26
ઘર કંકાસ થી પાણીયારા ના ગોરાનુ પાણી સુકાઈ જાય છે, અત પતિ પત્ની વચ્ચેના કંકાસમાં હળવદમાં ખેત મજૂર પરિવારનો માળો પીખાયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ હળવદ ગામની સીમમાં ખેતરમાં ભાગ્યું રાખી ગુજરાન ચલાવતા મૂળ મધ્ય પ્રદેશ ગામ વતની નવલભાઇ રાજુભાઈ મોરબીયા૨૫ એ ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું હતું, આપઘાત ના કારણની પ્રાથમિક તપાસમાં હળવદમાં નવલભાઇ અને તેની પત્ની સારિકા બે પુત્ર અને પુત્રી સાથે રહે છે બે દિવસ પહેલા વાડીમાં આવેલી હોજમાં બાળકો નાહવા જતા હોય સારિકાબેન બાળકોને હોજમાં ન નાહવા માટે માર્ કૂટ કરી હતી અને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, આ મન દુઃખ નુંમાઠું લગાડી નવલ ભાઇ એ ખેતરમાં ખડ બાળવાની દવા પી જતા તેનું મોત નિપજ્યું હતું, ઘર કંકાસમાં નવલભાઇએ આપઘાત કરી લેતા પરિવારનો મોભી ના અવસાનને લઈને નાના બાળકો નો ધારા બની ગયા હતા આ અંગે હળવદ પોલીસે તપાસ કરી રહી છે.

