Morbi,તા.24
મોરબીના જેતપર રોડ પર કારખાનામાં કામ કરતા ૩૬ વર્ષના પરપ્રાંતીય યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું હતું બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
પ્રાપ્ત વિગતો મુજબ બેલા જેતપર રોડ પર આવેલ વોલકેમ મિનરલમાં કામ કરતા સોનુભાઈ પ્રીતમસિંગ વિશ્વકર્મા (ઉ.વ.૩૬) નામના યુવાને પોતાના રૂમમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે