Morbi,તા.21
નવી પીપળી ગામ નજીક ફેકટરીમાં કામ કરતા યુવાને લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના નવી પીપળી નજીક આવેલ સીપોન સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કરતા રાજુભાઈ જગન્નાથ યાદવ (ઉ.વ.૨૦) નામના યુવાને ગત તા. ૨૦ ના રોજ લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે