Morbi,તા.31
જાંબુડિયા ગામે ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મૂળ દાહોદ જીલ્લાના વતની હાલ મોરબીના જાંબુડિયા ગામે ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા રતનસિંહ સગુરભાઈ ડામોર (ઉ.વ.૩૫) નામના યુવાન ગત તા. ૩૦ ના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે