Junagadh તા.25
ભેંસાણના માલીડા ગામના જયેશભાઈ ઉર્ફે જયલો હંસરાજભાઈ પંચાસરા નામના યુવકે 7 વર્ષ પહેલા ગામની જ શીલુ શંભુભાઈ જરવરીયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. સંતાનમાં બે દિકરી સાથે પત્ની સાથે રહેતો હોય 6 વર્ષની દિકરી સાથે શીલુ ચાર વર્ષથી રીસામણે માવતર જતી રહેલ. આગેવાનો દ્વારા સમાધાનના પ્રયાસો કરવા છતા શીલુ માની ન હતી. જયેશભાઈ દીકરીને મળવા જતા હતા.
ત્યારે પત્ની શીલુ, સાસુ કંચનબેન તથા સાળો નરેશ તેની સાથે માથાકૂટ કરી દુ:ખત્રાસ આપતા આઠ દિવસ પહેલા સાતમના દિવસે જયેશભાઈ તેની દિકરીને મળવા ગયેલ ત્યારે પણ આ ત્રણેયે માથાકુટ કરી હતી. દરમ્યાન જયેશભાઈ શનિવારની વહેલી સવારે સસરાના ઘર પાસેના ઝાડ સાથે દોરડુ બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. પોલીસને જાણ થતા મોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો હતો.
મૃતકના ભાઈ દીપકભાઈ ઉર્ફે જગદીશે મોબાઈલ ચેક કરતા તેમણે બનાવેલા બે વિડીયો મળી આવ્યા હતા. એક વિડીયો જયેશભાઈએ મારી સાસુ મને ચાર વર્ષથી હેરાન કરે છે જેથી હું આત્મહત્યા કરૂ છું બીજા વીડિયોમાં મને ચાર વર્ષથી સજા આપે છે એવડા ઈ લોકો જેમ આવે તેમ ટોર્ચર કરે છે.
દીકરીને મળવા દેતા નથી. છોકરીને મોકલે નહીં ફોન કરે તો ફોન ન કરવા દયે હું જાવ તો મારવા દોડે. બન્ને વિડિયોના આધારે દિપકભાઈએ જયેશભાઈની પત્નિ શીલુ સાસુ કંચનબેન, સાળો નરેશ સામે દુ:ખત્રાસ આપી મારવા મજબુર કર્યાની ફરીયાદ નોંધાવતા ભેંસાણ પોલીસે તપાસ હાથ ધરી છે.
માળીયાહાટીના ભંડુરી ગામે રહેતી પરણિતા શીતલબેન કિશોરભાઈ પરસોતમભાઈ દેત્રોજા (ઉ.24)એ બીમારીની દવાના બદલે ભુલથી ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નોંધાયું હતું. શીતલબેનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. બનાવની તપાસ માંગરોળ ડીવાયએસપી ડી.વી. કોડીયાતરે હાથ ધરી છે.