Morbi,તા.22
પીપળીયા રાજ ગામે રહેતા ૩૪ વર્ષના યુવાને નવું મકાન બનાવવાના રૂપિયા ના હોવાથી ટેન્શનમાં રહેતો હતો અને ઝેરી દવા પી આપઘાત કરી લેતા પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે રહેતા રૂપસિંગ કીરૂભાઈ ભુરીયા (ઉ.વ.૩૪) નામના યુવાન કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી હતી વાંકાનેર તાલુકા પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાનનું વતનમાં આવેલ મકાન ચોમાસામાં પડી ગયું હતું અને નવું મકાન બનાવવું હોય પરંતુ રૂપિયા ના હોવાથી ટેન્શનમાં રહેતો હતો અને આર્થિક સંકડામણને કારણે ઝેરી દવા પી આપઘાત કર્યાનું ખુલ્યું છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે