આ બનાવની જાણવા મળતી વિગત મુજબ શહેરના હાદાનગર દેસાઈનગર પેટ્રોપંપની પાછળ રહેતા અને આઇપીસીએલમાં ફરજ બજાવતા બ્રિજેશભાઈ મનીષભાઈ પરમાર અને મિત્ર જયદીપભાઇ પ્રહલાદભાઈ માંડલિયા (રહે.ભરતનગર સીતારામનગર) તથા મયુરભાઈ જીતેન્દ્રભાઈ ઝાલા (રહે.નંદનવન સોસાયટી, કાળીયાબીડ) તથા ધુ્રવભાઈ દિનેશભાઈ પરમાર (રહે.ચંદ્રહીલ સોસાયટી, લીલા સર્કલ) તથા ફેનીલભાઈ ભુપતભાઈ ચૌહાણ (રહે. ખેડુતવાસ ભાવનગર) સાથે કોબડી ગામે મહેશભાઈ ઘેવરીયાની વાડીએ ગઈ તા.૨૧ જૂન ૨૦૨૫ જમવાનુ આયોજન હોવાથી કાર લઈને ગયા હતા અને જમ્યા બાદ કાર નંબર જીજે-૦૪-બીઈ-૧૧૯૯માં જયદિપભાઈ, બ્રિજેશભાઈ, મયુરભાઈ પરત ભાવનગર આવતા હતા ત્યારે મામસા ઓવરબ્રીજ ઉતરતા ગંગામાની દેરીની પાસે ટ્રક નંબર જીજે-૦૪-એક્સ-૬૪૮૭ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી કાર સાથે અથડાવી દેતા કારમાં સવાર ત્રણેય મિત્રોને ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં જયદીપભાઈનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે બ્રિજેશભાઈએ ટ્રક ચાલક વિરૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Trending
- Swarnjit Singh યુએસએના કનેક્ટિકટના શહેર નોર્વિચના મેયર પદે ચૂંટાઈ આવ્યા
- Elon Musk હવે દુનિયાના પ્રથમ ટ્રિલિયનેર બનવાની નજીક પહોંચી ગયા
- કામના પ્રેશરથી પરેશાન નર્સે દિલ ચીરી નાંખે તેવું કૃત્ય કર્યું
- વધુ એક મુસ્લિમ દેશ કઝાકિસ્તાન Israel સાથે કરશે દોસ્તી
- Pakistan મરીને ઓખાની બોટ સહિત ૮ માછીમારોનું અપહરણ કર્યું
- Rajnath Singh એવું પણ ઉમેર્યું કે ભારત બાંગ્લાદેશ સાથે કોઈપણ પ્રકારનો ટકરાવ કરવા માંગતું નથી
- Jamnagar: ધ્રોલમાં પતિની આત્મહત્યાના આઘાતથી પત્ની પણ કૂવામાં કૂદી
- Rajkot: Amul milk માં કેમિકલ અને જંતુનાશકની ભેળસેળનો આરોપ

