Morbi,તા.02
રંગપર ગામની સીમમાં ૨૩ વર્ષનો યુવાન સુતો હતો ત્યારે સાપ કરડી જતા સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં યુવાનનું મોત થયું હતું
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં વાડીએ રહેતા માવજીભાઈ માનસિંગ ક્તીજા (ઉ.વ.૨૩) નામના યુવાન ગત તા. ૩૧-૦૫ ના રોજ વાડીએ સુતો હતો ત્યારે સાપ કરડી જતા વાંકાનેર પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડ્યો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવની વધુ તપાસ ચલાવી છે