Morbi,તા.04
તળાવીયા શનાળા ગામમાં આવેલ તળાવના પાણીમાં ડૂબી જતા ૩૦ વર્ષના યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ઉંચી માંડલ ગામ નજીક સાઈન સિરામિકમાં કામ કરતા જીતેન સુરસિંહ ડાવર (ઉ.વ.૩૦) નામના યુવાન તળાવીયા શનાળા ગામે આવેલ તળાવના પાણીમાં કોઈ કારણોસર ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે